Total Pageviews

Saturday, 16 October 2010

ગૂગલ અને ગુજરાતી

http://www.cybersafar.com/index.php/online-connections/google-gifts/293-gmail-lab.html

ગૂગલ અને ગુજરાતી Print E-mail
સાયબરસફર - ગૂગલ ગિફ્ટસ
Written by હિમાંશુ કીકાણી   

તમને યાદ હશે કે અહીં એક વાર આપણે ઇન્ટરનેટને ગુજરાતીમાં કઈ રીતે પૂછી શકાય કે ‘કેમ છે?’ એની વિગતવાર ચર્ચા કરી હતી. યુનિકોડ આવ્યા પછી આ કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ ગયું હતું અને એટલે તો ગુજરાતીમાં બ્લોગ્સની સંખ્યા, છપાઈ છપાઈને પુસ્તકાલયોમાં ખડકાતાં પુસ્તકોને શરમાવે એ ઝડપે વધી રહી છે. હવે આ કામ ગૂગલે હજી વધુ સહેલું બનાવી દીધું છે.

થોડું પુનરાવર્તન કરીએ તો, તમારા કમ્પ્યૂટરમાં કે ઇન્ટરનેટ પર ગુજરાતીમાં ટાઈપ કરવાના મુખ્ય બે રસ્તા છે - એક તો ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સે નિશ્ર્ચિત કરેલા કી-બોર્ડ અને તેને સપોર્ટ કરતા સોફ્ટવેરની મદદથી, અથવા તો ટ્રાન્સલિટરેશનની પદ્ધતિથી, એટલે કે ઇંગ્લિશમાં લખો અને ગુજરાતીમાં દેખાય એ રીતે. ડીઓઇના કીબોર્ડવાળી રીત થોડી લાંબી પ્રોસિજરવાળી છે. જોકે એ સાઇન્ટિફિક છે અને ગુજરાતીમાં ઝાઝું લખવાનું રહેતું હોય તો વધુ સારી છે, પણ છે શેરબજાર જેવી - સારું વળતર મેળવવા ધીરજ ધર્યા વિના છૂટકો નહીં. જ્યારે ટ્રાન્સલિટરેશનમાં કોઈ કડાકૂટ નથી. ટાઇપ કરો, કોપી કરો, જ્યાં જોઈએ ત્યાં પેસ્ટ કરો એટલે વાત પૂરી!
 
સંખ્યાબંધ વાચકમિત્રોના મેઇલ કે ઓર્કૂટ જેવી સાઇટ પર નજર ફેરવતાં સમજાય કે ઇંગ્લિશ આલ્ફાબેટનો ઉપયોગ કરીને મનની વાત ગુજરાતીમાં વહેતી મૂકવામાં તો સૌ કોઈને હવે જબરી ફાવટ આવી ગઈ છે. યુએસ સ્થિત વિશાલ મોણપરાએ (‘કળશ’ નિયમિત વાચકો હવે એમને સુપેરે ઓળખે છે) આ રીતે ઇંગ્લિશ લખીને ગુજરાતીમાં પરિણામ આપતું ટાઇપપેડ વિક્સાવ્યું છે અને એ ઓફલાઇન પણ ઉપયોગમાં લઈ શકાય તેવું છે.

હવે ગૂગલે પણ આમાં ઝંપલાવ્યું છે. આમ તો ગૂગલે બે વર્ષ પહેલાં હિન્દી ભાષા સાથે આ સેવાની શરૂઆત કરી હતી અને પછી તેમાં ભાષા ઉમેરાતી ગઈ. લાંબી રાહ જોવડાવ્યા બાદ, ગયા મહિને આપણી ગુજરાતીનો પણ તેમાં વારો આવી ગયો છે. હવે તમારે ગુજરાતીમાં લખવા માટે આટલું જ કરવાનું છે : http://www.google.com/transliterate/indic/Gujarati પર જઈને, ગુજરાતીની લિંક પર ક્લિક કરી, આપેલા બોક્સમાં બેધડક ઇંગ્લિશમાં ગુજરાતી ટાઇપ કરવા માંડો. તમે શબ્દ લખવાની શરૂઆત કરશો ત્યારે એ ઇંગ્લિશમાં જ દેખાશે, પણ શબ્દ પૂરો કરીને સ્પેસબાર દબાવશો એટલે એ જ શબ્દ ગુજરાતી લિપિમાં ફેરવાઈ જશે.

એટલું યાદ રાખજો કે અહીં માત્ર લિપિ ફેરવાય છે, અર્થ નહીં (ટ્રાન્સલિટરેશન પછી ગુજરાતીમાં ટ્રાન્સલેશન - અનુવાદની સુવિધા પણ આવી રહી છે). તમે લખેલો શબ્દ યોગ્ય રીતે ગુજરાતીમાં ફેરવાયો ન હોય એવું બની શકે છે (‘ણ’ અને ‘ન’ પ્રકારના ભેદ શરૂઆતમાં તકલીફ આપશે).  તો એ જ શબ્દ પર માઉસના લેફ્ટ બટનથી ક્લિક કરો. તરત નીચે, એ પ્રકારના બીજા શબ્દોની યાદી દેખાશે. એમાં યોગ્ય શબ્દ પસંદ કરો અથવા એડિટનો વિકલ્પ પસંદ કરો એટલે સંભવિત વિકલ્પ અને સ્વર-વ્યંજન સહિત આખો ક્કકો ધરાવતું બોક્સ ખૂલશે, તેમાંથી ચાહો તે રીતે શબ્દ સુધારી લો. ગૂગલની મજા એ છે કે એક વાર તમે શબ્દ સુધારી લેશો, પછી એ બીજી વાર ભૂલ નહીં કરે (માણસ કરતાં સ્માર્ટ છે!).

Friday, 15 October 2010

ફટાફટ ક્લિક્સ

http://www.cybersafar.com/index.php/online-connections/useful-services/826-2010-09-15-04-43-48.html

ફટાફટ ક્લિક્સ Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
Written by હિમાંશુ કીકાણી   

તહેવારના દિવસો ચાલતા હોય ત્યારે સૌને એક પર એક ફ્રીની ટેવ પડી જાય એ સ્વાભાવિક છે. અલબત્ત, આ તો ‘સાયબરસફર’ છે, અહીં સાદા નિયમો લાગુ નથી પડતા.

કાયમ ભલે એક જ સર્વિસની આપણે વાત કરતા હોઈએ, આજે એક પર એક નહીં, ૪૫ ફ્રીની ઑફર સાથે, માણો ક્વિકક્લિક્સ.

  • ઇમેઇલ, વોઇસમેઇલ અને હવે વિડિયોમેઇલ! ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ઇમેઇલમાં લખ્યું કંઈક હોય અને ઇમેઇલ મેળવનાર સમજે કંઈક ભળતું જ. ઈંગ્લિશ ફાવતું ન હોય અને ઈંગ્લિશમાં મેઇલ ઠપકાર્યો હોત ત્યારે તો ખાસ આવું બને. હવે એનો સહેલો ઉપાય છે www.eyejot.com. આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરીને, કોઈ પ્રકારનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના તમે તમારે જે કહેવું હોય તે બોલીને, તેનો વિડિયો તૈયાર કરીને મેઇલ કરી શકો છો. ચાહો તો સાથે કંઈક નોટ પણ લખી મોકલો. વેબકેમ જોઈશે ખરો, પણ હવે તો એ સાવ સસ્તામાં મળે છે. વધુ સગવડ જોઈતી હોય તો પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે, પણ ખપ પૂરતી સગવડો ફ્રી છે.
  • તમારા વિચારો ૧૦૧૫ લોકો સુધી વ્યવસ્થિત અને અસરકારક રીતે પહોંચાડવાનો સૌથી સારો રસ્તો કયો? મોટા ભાગે જવાબ પાવરપોઇન્ટ જ રહેવાનો. પણ તમે તમારું મગજ બરાબર દોડાવતા હો તો તમને પાવરપોઇન્ટમાં ઘણી મર્યાદાઓ નડતી હશે. જેમ કે, તમારા વિચારો લિનિયર સ્ટાઇલમાં એટલે કે એક પછી એક સ્લાઇડ મુજબ જ આગળ વધે એવું થોડું છે? ત્રીજી સ્લાઇડના વિચારને સત્તરમી સ્લાઇડના વિચાર સાથે કનેક્શન હોય તો? તો હાજર છે બબલ્સ (www.bubbl.us). આ સાઇટમાં તમે એક વિશાળ કેન્વાસ પર, એકબીજા સાથે તમે ચાહો તે રીતે જોડાયેલા વિચારોને રજૂ કરતા માઇન્ડ મેપ્સ તૈયાર કરી શકો છો. તમારા માઇન્ડમેપ મિત્રો સાથે શેર કરીને સહિયારું બ્રેઇનસ્ટોર્મિંગ કરી શકો છો. આખા માઇન્ડ મેપને સેવ કરો કે ઇમેઇલ કરો કે તમારા બ્લોગ કે સાઇટ પર મૂકો - બધું જ મફતમાં!
  • ચેટિંગના ચસકો લાગ્યો હશે તો તમે મીબો (www.meebo.com) વિશે સાંભળ્યું જ હશે, ચેટિંગમાં હજી શરૂઆત કરી હશે તો યાહૂ મેસેન્જર, એમએસએન, જીટોક વગેરે વગેરે મેસેન્જર સર્વિસ પર આમથી તેમ જમ્પિંગ કરતા હશો કેમ કે આપણે જે સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ જ સર્વિસનો આપણા બધા જ મિત્રો ઉપયોગ કરતા હોય એવું જરૂરી નથી. આવી રીતે સર્વિસીઝ જમ્પ કરી કરીને થાક્યા હો તો સહેલો રસ્તો છે મીબો ટ્રાય કરવાનો. અહીં તમામ મેજર આઇએમ (ઇન્સ્ટન્ટ મેસેજિંગ!) નેટવર્ક પરના તમારા તમામ મિત્રોને એક બડીલિસ્ટમાં સામેલ કરી શકશો. કશું જ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાનું નથી. ને બધું જ ફ્રી છે. મીબોની આ જ પ્રકારની વધુ કેટલીક સર્વિસ પણ છે, સીધા ચેટિંગમાં કૂદતાં પહેલાં એ બધું પણ જરા જોઈ લેજો.
  • યૂટ્યુબના વિડિયો ડાઉનલોડ કરવાનું કામ ઘણાને ઘણું કડાકૂટભર્યું લાગતું હોય છે. આપણે એ વિશે અગાઉ વાત કરી ગયા છીએ અને કેટલાક વાચકમિત્રોએ વધુ સહેલા ઉપાય પણ બતાવ્યા છે. આ કામ ઝંઝટભર્યું એટલા માટે હોય છે કે તેમાં નેટ પર જે તે ફાઇલ એક ફોર્મેટમાં હોય અને આપણા કમ્પ્યૂટરના પ્રોગ્રામ તેને બીજા કોઈ ફોર્મેટમાં ઓપન કરી શકતા હોય. જે તે સાઇટ પરથી ગીતો ડાઉનલોડ કરનારાને પણ આવા સવાલો સતાવતા હોય છે. www.zamzar.com સાઇટ પર જઇને તમે અનેક પ્રકારની ઓનલાઇન ફાઇલને અનેક પ્રકારનાં બીજાં ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો. તમારે ફક્ત જે તે ફાઇલનું યુઆરએલ આપવાનું અને તમારે કયા ફોર્મેટમાં જોઈએ છે તે જણાવીને તમારું ઇમેઇલ આઇડી આપવાનું એટલે એ ઇમેઇલમાં તમારી કન્વર્ટેડ ફાઇલની લિંક પહોંચી જાય! આ સર્વિસ પણ ફ્રી જ છે.
  • તમારે હેવી ફાઇલ્સ બિઝનેસ કે ફેમિલી યુઝ માટે (જેમ કે ફોટોઆલ્બમ) બીજા સાથે શેર કરવાની જરૂર પડતી હોય તો એ માટેની એક ફ્રી ફાઇલશેરિંગ અને સ્ટોરેજ સર્વિસ છે www.mediafire.com.ફાઇલ્સ અપલોડ કરવાનું કામ સહેલું છે, સૌથી મોટો ફાયદો એ છે કે આ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને ખાતું ખોલાવવાની મગજમારી નથી. એટલે કે વધુ એક યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખવાનું ટળ્યું!

Thursday, 14 October 2010

20 Best Website To Download Free Ebooks

20 Best Website To Download Free Ebooks

1.      FreeBookSpot

FreeBookSpot is an online source of free ebooks download with 4485 FREE E-BOOKS in 96 categories which up to 71,97 GB.

You can search and download free books in categories like scientific, engineering, programming, fiction and many other books. No registration is required to download free e-books.

2.      4eBooks

4eBooks has a huge collection of computer programming ebooks. Each downloadable ebook has a short review with a description. You can find over thousand of free ebooks in every computer programming field like .Net, Actionscript, Ajax, Apache and etc.

3.      Free-eBooks

Free-eBooks is an online source for free ebook downloads, ebook resources and ebook authors. Besides free ebooks, you also download free magazines or submit your own ebook.

You need to become a Free-EBooks.Net member to access their library. Registration is free.

4.      ManyBooks

ManyBooks provides free ebooks for your PDA, iPod or eBook Reader. You can randomly browse for a ebook through the most popular titles, recommendations or recent reviews for visitors. There are 21,282 eBooks available here and they’re all free!

5.      GetFreeEBooks

GetFreeEBooks is a free ebooks site where you can download free books totally free. All the ebooks within the site are legal downloadable free ebooks.

6.      FreeComputerBooks

FreeComputerBooks consists of a huge collection of free online Computer, Programming, Mathematics, Technical Books, Lecture Notes and Tutorials. It is very well categorized by topics, with 12 top level categories, and over 150 sub-categories.

7.      FreeTechBooks

FreeTechBooks lists free online computer science, engineering and programming books, textbooks and lecture notes, all of which are legally and freely available over the Internet. Throughout FreeTechBooks, other terms are used to refer to a book, such as ebook, text, document, monogram or notes.

8.      Scribd

Scribd, the online document sharing site which supports Word, Excel, PowerPoint, PDF and other popular formats. You can download a document or embed it in your blog or web page.

9.      Globusz

Globusz is a unique ePublishing house, specializing in free eBook downloads. They also provide an excellent Star Rating Showcase for new and evolving authors.

10.  KnowFree

KnowFree is a web portal where users are able to exchange freely e-books, video training and other materials for educational purposes and self-practice.

11.  OnlineFreeEBooks

OnlineFreeEBooks provides links to various ebooks (mostly in pdf) spanning in 9 big categories which are: Automotive Ebooks, Business Ebooks, Engineering Ebooks, Gadget Ebooks, Hardware Ebooks, Health & Medical Ebooks, Hobbies Ebooks, Programming & Technology Ebooks, Sport & Martial Art Ebooks.

12.  MemoWare

MemoWare has a unique collection of thousands of documents (databases, literature, maps, technical references, lists, etc.) specially formatted to be easily added to your PalmOS device, Pocket PC, Windows CE, EPOC, Symbian or other handheld device.

13.  BluePortal

14.  OnlineComputerBooks

OnlineComputerBooks contains details about free computer books, free ebooks, free online books and sample chapters related to Information Technology, Computer Science, Internet, Business, Marketing, Maths, Physics and Science which are provided by publishers or authors.

15.  SnipFiles

SnipFiles offers you free ebooks and software legally by brought or attained PLR, resale or master rights to all the products on their page.

16.  BookYards

BookYards is a web portal in which books, education materials, information, and content will be freely to anyone who has an internet connection.

17.  The Online Books Page

The Online Books Page is a Listing over 30,000 free books on the Web.

18.  AskSam Ebooks

AskSam Ebooks has a collection of free e-books like Shakespeare, and assorted legal & governmental texts.

19.  Baen Free Library

Baen Free Library is an online library of downloadable science fiction novels.

20.  eBookLobby

Free ebooks in eBookLobby are divided into different categories. Categorys range from business, art, computing and education. Select the category appropriate to the e-book you’re looking for.

More Free eBook resources

  1. PlanetPDF – A small collection of classic novels all in PDF format.
  2. DailyLit – Read books online by daily email and RSS feed.
  3. Wikibooks – Wikibooks is a Wikimedia community for creating a free library of educational textbooks that anyone can edit.
  4. Dwalin – Free novels in text format.
  5. Project Gutenberg – Free ebooks from producers.
  6. Adobe Free eBooks – In Adobe’s Free eBooks area, you can download, unlock, and read electronic books on your personal computer or reading device.
  7. Alive & Free – A page of links to some recent books from living authors available free online.
  8. Franklin – Thousands of free titles in text and HTML file formats.
  9. Read Easily – An ebook online library which has been designed to provide you an adaptive reading experience!
  10. PDFbooks – This new site offers around 4,700 downloadable public domain e-books.
  11. Witguides – An online source for a wide range of useful e-books that are completely free with no need to sign-up or buy anything.
  12. Diesel eBooks -Offer free ebooks formatted for both Microsoft Reader and Mobipocket.
  13. Free eBook Miners
    Free eBooks for your education, research or amusement.
  14. Planet eBook
    Free classic literature to download and share.
  15. e-Library – Plenty of free ebooks available for download.
  16. BookBoon – Provides free ebooks for students and travelers in PDF format. No registration is required.

ફટાફટ ક્લિક્સ

http://www.cybersafar.com/index.php/online-connections/useful-services/826-2010-09-15-04-43-48.html

ફટાફટ ક્લિક્સ Print E-mail
સાયબરસફર - યૂઝફૂલ સર્વિસીઝ
Written by હિમાંશુ કીકાણી   

તહેવારના દિવસો ચાલતા હોય ત્યારે સૌને એક પર એક ફ્રીની ટેવ પડી જાય એ સ્વાભાવિક છે. અલબત્ત, આ તો ‘સાયબરસફર’ છે, અહીં સાદા નિયમો લાગુ નથી પડતા.

કાયમ ભલે એક જ સર્વિસની આપણે વાત કરતા હોઈએ, આજે એક પર એક નહીં, ૪૫ ફ્રીની ઑફર સાથે, માણો ક્વિકક્લિક્સ.

  • ઇમેઇલ, વોઇસમેઇલ અને હવે વિડિયોમેઇલ! ઘણી વાર એવું બનતું હોય છે કે તમે ઇમેઇલમાં લખ્યું કંઈક હોય અને ઇમેઇલ મેળવનાર સમજે કંઈક ભળતું જ. ઈંગ્લિશ ફાવતું ન હોય અને ઈંગ્લિશમાં મેઇલ ઠપકાર્યો હોત ત્યારે તો ખાસ આવું બને. હવે એનો સહેલો ઉપાય છે www.eyejot.com. આ ફ્રી સર્વિસનો ઉપયોગ કરીને, કોઈ પ્રકારનું સોફ્ટવેર ડાઉનલોડ કર્યા વિના તમે તમારે જે કહેવું હોય તે બોલીને, તેનો વિડિયો તૈયાર કરીને મેઇલ કરી શકો છો. ચાહો તો સાથે કંઈક નોટ પણ લખી મોકલો. વેબકેમ જોઈશે ખરો, પણ હવે તો એ સાવ સસ્તામાં મળે છે. વધુ સગવડ જોઈતી હોય તો પ્રોએકાઉન્ટ ખોલાવવું પડશે, પણ ખપ પૂરતી સગવડો ફ્રી છે.
  • તમારા વિચારો ૧૦૧૫ લોકો સુધી વ્યવસ્થિત અને અસરકારક રીતે પહોંચાડવાનો સૌથી સારો રસ્તો કયો? મોટા ભાગે જવાબ પાવરપોઇન્ટ જ રહેવાનો. પણ તમે તમારું મગજ બરાબર દોડાવતા હો તો તમને પાવરપોઇન્ટમાં ઘણી મર્યાદાઓ નડતી હશે. જેમ કે, તમારા વિચારો લિનિયર સ્ટાઇલમાં એટલે કે એક પછી એક સ્લાઇડ મુજબ જ આગળ વધે એવું થોડું છે? ત્રીજી સ્લાઇડના વિચારને સત્તરમી સ્લાઇડના વિચાર સાથે કનેક્શન હોય તો? તો હાજર છે બબલ્સ (www.bubbl.us). આ સાઇટમાં તમે એક વિશાળ કેન્વાસ પર, એકબીજા સાથે તમે ચાહો તે રીતે જોડાયેલા વિચારોને રજૂ કરતા માઇન્ડ મેપ્સ તૈયાર કરી શકો છો. તમારા માઇન્ડમેપ મિત્રો સાથે શેર કરીને સહિયારું બ્રેઇનસ્ટોર્મિંગ કરી શકો છો. આખા માઇન્ડ મેપને સેવ કરો કે ઇમેઇલ કરો કે તમારા બ્લોગ કે સાઇટ પર મૂકો - બધું જ મફતમાં!
  • ચેટિંગના ચસકો લાગ્યો હશે તો તમે મીબો (www.meebo.com) વિશે સાંભળ્યું જ હશે, ચેટિંગમાં હજી શરૂઆત કરી હશે તો યાહૂ મેસેન્જર, એમએસએન, જીટોક વગેરે વગેરે મેસેન્જર સર્વિસ પર આમથી તેમ જમ્પિંગ કરતા હશો કેમ કે આપણે જે સર્વિસનો ઉપયોગ કરતા હોઈએ એ જ સર્વિસનો આપણા બધા જ મિત્રો ઉપયોગ કરતા હોય એવું જરૂરી નથી. આવી રીતે સર્વિસીઝ જમ્પ કરી કરીને થાક્યા હો તો સહેલો રસ્તો છે મીબો ટ્રાય કરવાનો. અહીં તમામ મેજર આઇએમ (ઇન્સ્ટન્ટ મેસેજિંગ!) નેટવર્ક પરના તમારા તમામ મિત્રોને એક બડીલિસ્ટમાં સામેલ કરી શકશો. કશું જ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરવાનું નથી. ને બધું જ ફ્રી છે. મીબોની આ જ પ્રકારની વધુ કેટલીક સર્વિસ પણ છે, સીધા ચેટિંગમાં કૂદતાં પહેલાં એ બધું પણ જરા જોઈ લેજો.
  • યૂટ્યુબના વિડિયો ડાઉનલોડ કરવાનું કામ ઘણાને ઘણું કડાકૂટભર્યું લાગતું હોય છે. આપણે એ વિશે અગાઉ વાત કરી ગયા છીએ અને કેટલાક વાચકમિત્રોએ વધુ સહેલા ઉપાય પણ બતાવ્યા છે. આ કામ ઝંઝટભર્યું એટલા માટે હોય છે કે તેમાં નેટ પર જે તે ફાઇલ એક ફોર્મેટમાં હોય અને આપણા કમ્પ્યૂટરના પ્રોગ્રામ તેને બીજા કોઈ ફોર્મેટમાં ઓપન કરી શકતા હોય. જે તે સાઇટ પરથી ગીતો ડાઉનલોડ કરનારાને પણ આવા સવાલો સતાવતા હોય છે. www.zamzar.com સાઇટ પર જઇને તમે અનેક પ્રકારની ઓનલાઇન ફાઇલને અનેક પ્રકારનાં બીજાં ફોર્મેટમાં કન્વર્ટ કરી શકો છો. તમારે ફક્ત જે તે ફાઇલનું યુઆરએલ આપવાનું અને તમારે કયા ફોર્મેટમાં જોઈએ છે તે જણાવીને તમારું ઇમેઇલ આઇડી આપવાનું એટલે એ ઇમેઇલમાં તમારી કન્વર્ટેડ ફાઇલની લિંક પહોંચી જાય! આ સર્વિસ પણ ફ્રી જ છે.
  • તમારે હેવી ફાઇલ્સ બિઝનેસ કે ફેમિલી યુઝ માટે (જેમ કે ફોટોઆલ્બમ) બીજા સાથે શેર કરવાની જરૂર પડતી હોય તો એ માટેની એક ફ્રી ફાઇલશેરિંગ અને સ્ટોરેજ સર્વિસ છે www.mediafire.com.ફાઇલ્સ અપલોડ કરવાનું કામ સહેલું છે, સૌથી મોટો ફાયદો એ છે કે આ સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવીને ખાતું ખોલાવવાની મગજમારી નથી. એટલે કે વધુ એક યુઝરનેમ અને પાસવર્ડ યાદ રાખવાનું ટળ્યું!

યૂઝફૂલ સર્વિસીઝ

http://www.cybersafar.com/index.php/online-connections/useful-services.html

Search This Blog